નમસ્કાર મિત્રો ,મારી આ સાઈટ દ્વારા માધ્યમિક અને ઉ .મા .શિક્ષણ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ ને ઉપયોગી થવાનો મારો નમ્ર પ્રયાસ આપ સૌને ગમશેજ એની મને ખાતરી છે ...
"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે ----------

ચાલો અભિગમ બદલીએ

સ્વામી સચ્ચિદાનંદના ચાલો અભિગમ બદલીએ પુસ્તકમાંના આગળ ના  વિચારો નું વધુ અનુસંધાન અહી વાંચો  


6     હું જયારે કોઈ મંદિરમાં દર્શન કરવા જાઉં છું અને નખ -શિખ સોને મઢેલી પ્રતિમા જોઉં છું અને પછી જોઉં છું ,મજબૂત લોખંડની જાળી બંધ કરીને તેના ઉપર લગાવેલું ખાસ્સું મોટું તાળું .અને કેટલીક જગ્યાએ તો બબ્બે ,ત્રણ ત્રણ તાળાં પણ લગાવેલાં જોવાય છે ,ત્યારે સહજ રીતે બોલાઈ જવાય છે કે ,'ઓ ભગવાન તારાં નસીબ ફૂટ્યાં તે તું આ અનાડીઓના હાથમાં પડ્યો .આટલાં મોટાં તાળાં તો ખુનના કેદીઓને પણ લગાવવામાં આવતાં નથી !"


7     આપણે ધર્મના ક્ષેત્રમાં વર્ણભેદ ,લિંગભેદ કરીએ જ છીએ .આવા ભેદોને સ્થાયી બનાવવા એક રઢિયાળુ નામ આપીએ છીએ -"ધર્મ મર્યાદા ."જાણેકે અન્યાયને પોષવાનુંજ કામ આવી મર્યાદાઓને સોંપાયું હોય .

8     કોઈ પણ પ્રજાની જાગૃતિનાં બે લક્ષણો છે .એક  ગુણવાનો ની કદર અને બીજું  અપરાધીઓ ને દંડ


9     મારી સમજણ પ્રમાણે ગુણવાનોની કદર કરવા કરતાં પણ અપરાધીઓ ને દંડ આપવાની ક્ષમતા પ્રજા માટે ઘણી સુખદાયી નીવડતી હોય છે.


10      સમાજને સડવાનાં બે કારણો છે :અનીતિમય વાસના અને અનીતિમય પૈસો .આ બન્નેને રોકવાના ઉપાયો છે -નીતિમય વાસનાની પ્રાપ્તિ તથા  નીતિપૂર્વક આજીવિકાની પ્રાપ્તિ .


11     કુદરતી આવેગો કોઈનેય છોડતા નથી .એ આવેગો માટે નીતિમય શુદ્ધ વ્યવસ્થા કરવામાં ન આવે તો પછી અનીતિમય અશુદ્ધ વ્યવસ્થાને અટકાવી નહિ શકાય .


12     સામર્થ્ય ને કારણેજ સિંહ શાંતિથી ઘસઘસાટ ઊંઘતો હોયછે .દેડકાં ,ચકલાં વગેરે નાનાં નાનાં તણખલાં માટે પરસ્પર લડ્યા કરશે .ચેં  ચેં  ચેં  કર્યા કરશે .અને એક તાળીનો અવાજ થાય તો પણ ફુંરરરરરર કરીને ભાગી જશે .


13     અશાંતિ થી ભાગી જનારને શાંતિ નથી મળતી,પણ અશાંતિ ની સામે જઈને બાથ ભીડનાર ને શાંતિ મળે છે .


14     લોકો છૂટથી લાંચ ખાઈને પણ હિંદુ રહી શકેછે ,પઠાણી વ્યાજ ખાઈને પણ હિંદુ રહી શકેછે ,પણ જો કોઈ લસણ ,ડુંગળી ,બટાટા કે રીંગણ ખાય તો આકાશ તૂટી પડેછે .


15     યુધ્ધનાં મૂળ શસ્ત્રો નથી હોતાં ,પણ એક પક્ષની દુર્બળતા હોયછે .એમ કહી શકાય કે યુદ્ધો શસ્ત્રોથી નથી થતાં પણ શસ્ત્રો ના હોવાથી અથવા અપર્યાપ્ત શસ્ત્રો હોવાથી થાયછે .


16     અન્યાયો ,અસત્યો અને અપરાધો સામે ઝઝૂમવું એ જીવન છે .એ ધર્મ છે .એ બધાથી ભાગી છૂટવું એ અધર્મ છે,મૃત્યુ છે ,પાપ છે .


17     અત્યાચારો ને નિર્ભયતા પ્રદાન કરનારું વાતાવરણ સર્જવું એ પાપ છે .આવું વાતાવરણ પછી ધર્મથી, રાજ્યથી ,સમાજથી કે સંપત્તિથી ,ગમેતે રીતે સર્જાયું હોય ,દૂષિત વાતાવરણ ની ઈમારત સર્જનાર સૌથી મોટો પાપી છે .


18     કજોડાં ,ખાસ કરીને માનસિક ,બૌદ્ધિક અને અભિગમભેદ નાં કજોડાં ને આજીવન એકબીજા સાથે ફરજીયાત બંધાયેલાં રાખવાં તે કઠોરતા છે.


19     પરસ્પરમાં એકબીજાથી રિબાતાં સ્ત્રી -પુરુષો ને છૂટાં થવા અને તે પણ હસતે મુખે શુભેચ્છાપૂર્વક છૂટાં થવાની છૂટ હોવી જોઈએ .


20     ઊંચા ગણાતા સમાજ કરતાં પછાત ગણાતો સમાજ ઘણો સ્વસ્થ તથા સ્વચ્છ છે .કારણ કે તે પોતાના માણસોને રિબાવતો નથી .


21     પરમાત્મા પ્રજાને આદર્શઘેલા રાજનેતાઓથી ,પક્ષપાતી ધર્મગુરુઓથી, દેશદ્રોહી જયચંદોથી તથા પ્રાચિનપંથી વિચારકોથી બચાવે તો પ્રજાનું ભલું થાય .


22     સ્ત્રીઓ પ્રશ્નો નું સમાધાન નથી કરતી પણ પ્રશ્નો ઉભા કરેછે ,જ્યાં ખાસ કોઈ પ્રશ્ન ના હોય ત્યાં સ્ત્રીને લઇ જાવ .તરતજ પ્રશ્નો ઉભા થવા લાગશે .તેમાં પણ બે -ત્રણ -ચાર -પાંચ એમ સંખ્યાબંધ સ્ત્રીઓ ને ભેગી કરો અને પછી જુઓ કે પ્રશ્નો ના કેવા વંટોળિયા આવેછે .


23     સરિતા અને સાગરનું મિલન અત્યંત અદભૂત છે .સાગરમાં સરિતા સમાઈ જાય છે ,સમાઈ જવા માટેતો એ ઠેઠ હિમાલય થી દોટ મૂકેછે .સમાઈ ગયા પછી તે સાગરમય થઇ કૃતકૃત્ય થઇ જાય છે .સાગર પણ સરિતા નું સ્વાગત કરવા ઘૂઘવાટો કરીને ભરતી નાં પ્રચંડ મોજાં ઓના બાહુ દ્વારા દૂર દૂર સુધી સામૈયું લઇ જાય છે .જેમ સરિતા તથા સાગર ની કુદરતી પ્રક્રિયા છે ,તેમ સ્ત્રી -પુરુષ ની પણ કુદરતી પ્રક્રિયા છે .આ પ્રક્રિયામાંથી પ્રગટેલું સ્ત્રીનું સમર્પણ અર્થાત પુરુષમાં -પતિમાં સમાઈ જવું .


24     બે યોગ્યતમ પાત્રોનું મિલન લગ્નજીવન ની દિવ્યતા મેળવી શકે ,બે અયોગ્ય પાત્રોનું મિલન લગ્નજીવન ની દિવ્યતા તો ના મેળવી શકે,પણ એકબીજાની અયોગ્યતાથી ટેવાઈ ને ગાડું ગબડાવ્યે રાખે, પણ એમાંથી એક યોગ્યતમ પાત્ર અને બીજું અયોગ્યતમ હોય તો યોગ્યતમ પાત્રને ડગલે ને પગલે વિડમ્બના જ વિડમ્બના ભોગવવી પડે .


25     પ્રત્યેક ગુરુને શિષ્યોનું મોટું ટોળું જોઈએ .વૈરાગ્ય ની સમજણ પૂર્વક વૈરાગ્યના ક્ષેત્ર માં આવનારનું ટોળું ના હોય .તે તો બહુજ થોડા હોય .તો હવે ટોળું કરવું ક્યાંથી !એના માટેનું ક્ષેત્ર છે નિરાધારતા, અર્ધનિરાધારતા કે પછી દિશાશૂન્યતા .


26     ભૌતિક વિજ્ઞાનનો ઘટક શ્રમ છે .પરમેશ્વરે માણસને હાથપગ આપ્યા છે ,જો તેનો યોગ્ય ઉપયોગ કરાય તો ભાગ્યેજ કોઈ ભૂખે મરે .


27    શ્રમ કરનારનું સ્થાન ભારતીય સમાજમાં શ્રમ ના કરનાર કરીને જીવનાર કરતાં નીચું થઇ જાય છે. ભિક્ષાવૃત્તિ કરીને આજીવિકા ચલાવનાર નું સ્થાન ખેતરમાં ખેત મજુરી કરીને જીવનાર કરતાં ઘણું ઊંચું છે .


28     શોષણ નું કારણ એક પક્ષીય ગરજ છે .જેને ગરજ હશે તેનું શોષણ થવાનુજ .


29     આપણે ધાર્મિક રીતે જુનવાણી છીએ .વળી બધું જ વિજ્ઞાન અમારાં શાસ્ત્રોમાં છે તેવું મિથ્યાભિમાન ધરાવનાર પણ છીએ .


30     તમને શું શું મળ્યું છે તેના કરતાં તમને જે જે મળ્યું છે તેનો કેવો અને કેટલો ઉપયોગ કરી શકોછો તે જ મહત્વનું છે .


31     ભૌતિક વિકાસનું મૂળ વિજ્ઞાન છે .વિજ્ઞાનનું મૂળ તાજું શિક્ષણ છે .તાજું શિક્ષણ ધર્મ તથા રાજ્ય એમ બંન્નેથી કચડાયા વિનાના વાતાવરણ માં પ્રગટતું હોય છે .


32     જ્ઞાન એટલે સમજણ .સાચી સમજણ થી ગેરસમજ  દૂર થાય .ગેરસમજ દૂર કરાવી સાચી સમજણ આપે તેને સંત કહેવાય .


33     ભોળાં, નાનાં, અબુધ બાળકો ,તરુણો તથા યુવાનોને આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાલન કરવાની ફરજ પાડનારા માણસો જાણતાં કે અજાણતાં નિર્દોષ લોકો ઉપર કાળો કેર કરી રહ્યા છે .