નમસ્કાર મિત્રો ,મારી આ સાઈટ દ્વારા માધ્યમિક અને ઉ .મા .શિક્ષણ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ ને ઉપયોગી થવાનો મારો નમ્ર પ્રયાસ આપ સૌને ગમશેજ એની મને ખાતરી છે ...
"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે ----------

વિચાર વિશ્વ

 સ્વામી સચ્ચિદાનંદના ઉચ્ચ કક્ષાના વિચારો નું સંકલન તેમના પુસ્તક "ચાલો ,અભિગમ બદલીએ "માંથી કરવામાં આવ્યુંછે .જે આપ સૌને જરૂરથી ગમશેજ .

1    સર્વોત્તમ ધાર્મિક વાતાવરણ એ છે કે જેમાં વ્યક્તિ કે સમાજ વધુમાં વધુ સાચું બોલીને જીવી શકેછે. ઓછામાં ઓછો ઢોંગ કરીને જીવી શકેછે.

2     સ્ત્રી તથા પુરુષને નીતિમય ,શુદ્ધ અને પવિત્ર કામ તથા અર્થની પ્રાપ્તિ થાય તે કાર્ય ધર્મે કરવાનું છે. જો ગૂંગળાવવાનું કામ ધર્મ કરશે તો ધર્મ ની સામે પડકાર ઉભા થશે ,જેને ઝીલી નહિ શકાય .


3     પુણ્ય તેનું નામ છે ,જેમાં કોઈ દીન ,દુઃખી- લાચાર માણસની આંતરડીને ઠારવામાં આવે .કોઈને સુખી કરવાં ,લોકો કે જંતુઓનાં  દુઃખો દૂર  કરવાં કે હળવાં કરવાં તે પુણ્ય છે .

4     યુરોપના ધર્મે સર્વેપ્સ ,બ્રુનો ,વિકિલફ ,હસ ,વાલ્ડો અને ફ્રાંસીસ જેવા કેટલાય પડકારકો ને જીવતા બાળી મૂક્યા .સત્યની વ્યાખ્યા અને સ્થાપના કરવાનું કામ જેનું મુખ્ય કર્તવ્ય છે તે ધર્મે આજ સુધી હજારો સત્યોપાસકોની આહુતિઓ લીધી છે .


5     મોટા ભાગના વૈજ્ઞાનિકો નાસ્તિક નથી હોતા .હા આપણે આપણી ધાર્મિક માન્યતાઓમાં 'ફીટ'ના થનારને નાસ્તિક કહીએ તે અલગ વાત છે .પ્રાકૃતિક તત્વોની ગહનતા સુધી પહાંચનાર ,અણુ અણુની નિશ્ચિત નિયમબધ્ધતાને જેટલો સમજી શકેછે ,તેટલો અવૈજ્ઞાનિક માણસ નથી સમજી શકતો .


સ્વામી સચ્ચિદાનંદના ચાલો અભિગમ બદલીએ પુસ્તકમાંના વધુ વિચારોનું અનુસંધાન જાણવા માટે અહી ક્લિક કરો


અન્ય મહાપુરુષો ના વિચારો જાણવા માટે નીચેની લિંક ઉપર જાઓ 

1 ચાણક્ય નું નીતિ શાસ્ત્ર જાણવા અહી ક્લિક કરો(રવિન્દ્ર સરવૈયા દ્વારા સંકલિત )