નમસ્કાર મિત્રો ,મારી આ સાઈટ દ્વારા માધ્યમિક અને ઉ .મા .શિક્ષણ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ ને ઉપયોગી થવાનો મારો નમ્ર પ્રયાસ આપ સૌને ગમશેજ એની મને ખાતરી છે ...
"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે ----------

વિરહિણી ગીતકાવ્ય

વિરહિણી ગીતકાવ્ય 

ચૈતર ચંપો મ્હોરિયો ,
ને  મ્હોરી આંબા ડાળ ,
મઘમઘ મ્હોર્યા મોગરા ,
મેં ગૂંથી ફૂલન માળ ,

જુઈ ઝળૂંબી માંડવે ,
ને બાગે બાગે ફાલ ,
તું ક્યાં છો વેરી વાલમા ?
મને મૂકી અંતરિયાળ !

આ ચૈતર જેવી ચાંદની ,
ને  માણ્યા જેવી રાત ,
ગામતરાં તને શેં ગમે ?
તું પાછો વળ ગુજરાત .

કોયલ કૂંજે કુંજમાં 
ને રેલે પંચમ સૂર ,
વાગે વનવન વાંસળી ,
મારું પલ પલ વીંધે ઉર .

અવળું ઓંઢ્યું ઓઢણું ,
ને મારા છુટ્ટા ઉડે કેશ ,
શું કરું નિર્દય કંથડા !
મને વાગે મારગ ઠેસ .

જોબનને આ ધૂપિયે ,
પ્રીત જલે લોબાન ,
રાત આવી રળિયામણી ,
મારાં કોણ પ્રીછે અરમાન ?

સમજી જાજે સાનમાં ,
મન બાંધી લેજે તોલ ,
હોય ઈશારા હેતના .
એના ના કંઈ વગડે ઢોલ .

 બાલમુકુંદ દવે 






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો