નમસ્કાર મિત્રો ,મારી આ સાઈટ દ્વારા માધ્યમિક અને ઉ .મા .શિક્ષણ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ ને ઉપયોગી થવાનો મારો નમ્ર પ્રયાસ આપ સૌને ગમશેજ એની મને ખાતરી છે ...
"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે ----------

જાણવા જેવું


વર્ષના મહત્વના દિવસો જાણવા માટે અહી ક્લિક કરો 


સામાજિક વિજ્ઞાન અને શિક્ષણ ની સુંદર માહિતી આપતો હસમુખ પટેલ નો બ્લોગ 


વિજ્ઞાનના વિવિધ એકમો (ભરત ચૌહાણ ના બ્લોગ માંથી સાભાર )



વોટ : વિદ્યુતશક્તિનો એકમ
વોલ્ટ : વિદ્યુતદબાણનો એકમ
એમ્પીયર : વિદ્યુતપ્રવાહનો એકમ
સેલ્સિયસ : તાપમાનનો એકમ
ફેરનહીટ : તાપમાનનો એકમ
કેલ્વિન : થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
ન્યૂટન : એમ.કે.એસ.પદ્ધતિમાં બળનો એકમ
પાસ્કલ : દબાણ કે ભારનો એકમ
બાર : દબાણનો એકમ
નોટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો એકમ
મીટર : લંબાઈનો એકમ
સેકન્ડ : સમયનો એકમ
ક્યુસેક : પાણીના જથ્થાનો એકમ
એગસ્ટ્રોમ : પ્રક્શની તરંગલંબાઈનો એકમ
બેરલ : દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
કેલરી : ઉષ્ણતામાનનો એકમ
કુલંબ : વીજળીનો વ્યવહારિક એકમ
ડેસિબલ : અવાજનો એકમ
ડાઇન : બળનો એકમ
અર્ગ : કાર્ય અથવા ઉર્જાનો એકમ
ફેરાડે : વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
ફેધમ : સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ
હર્ટઝ : આવૃત્તિનો એકમ
હાગ્સહેડ : દારૂ માપવા માટેનો એકમ
હોર્સ પાવર : શક્તિનો એકમ
જૂલ : કાર્યનો એકમ
નોટ : જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
પ્રકાશવર્ષ : અવકાશી અંતર માપવા માટેનો એકમ
ઓહ્મ : વિદ્યુત અવરોધનો એકમ
ક્વિન્ટલ : વજનનું માપ દર્શાવે
કેન્ડેલા : તેજની તીવ્રતાનું માપ દર્શાવે
મોલ : પદાર્થના જથ્થાનું માપ દર્શાવે
                         (રવીન્દ્ર સરવૈયા દ્વારા સંકલિત ....-સાભાર )



જાણવા જેવું :-માહિતી મેળવવા માટે અહી ક્લીક કરો




ગુણવંત શાહ

ગુણવંત શાહ
જન્મની વિગત૧૨ માર્ચ, ૧૯૩૭
રાંદેર, સુરતગુજરાતભારત
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
અભ્યાસપીએચ.ડી.
વ્યવસાયલેખકનિબંધકારશિક્ષક
ખિતાબરણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૯૭)
ધર્મહિંદુ
જીવનસાથીઅવંતિકા શાહ
સંતાનમનિષા, અમિષા, વિવેક
માતા-પિતાભૂષણલાલ
વેબસાઇટ
http://gunvantshah.wordpress.com/

શાહ ગુણવંત ભૂષણલાલ (૧૨-૩-૧૯૩૭) (ગુજરાતી: ગુણવંત શાહ), એ ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, (૧૯૩૭માં રાંદેર,સુરતગુજરાતમાં જન્મ) તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે.[૧][૨] ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. [૧]

અનુક્રમણિકા

  [છુપાવો

[ફેરફાર કરો]સવિશેષ પરિચય

ગુણવંત શાહ મુખ્યત્વે નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર છે.તેમનો જન્મ રાંદેર (સુરત)માં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પુર્ણ કર્યુ હતુ.તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઇસ્કૂલ માં લીધુ હતુ.તેમણે ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી ની ઉપાધી મેળવી હતી. ઉપરાંત તેમણે ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ ની ઉપાધી મેળવી હતી. ત્યારબાદ તેમણે ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી.ની ઉપાધી મેળવી હતી અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર રહ્યા હતા.તેઓ ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તેમજ ૧૯૭૨-૭૩માં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
તેમણે ૧૯૭૩-૭૪માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી.તેઓ ૧૯૭૪થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ ર્હ્યા હતા. ઉપરાંત તેમણે ‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે પણ કાર્ય કર્યુ હતુ.

[ફેરફાર કરો]શિક્ષક તરીકે

[ફેરફાર કરો]સાહિત્યને લગતા સર્જનાત્મક કાર્યો

  • મહંત, મુલ્લા, પાદરી, ૧૯૯૯.[૪]
  • કૃષ્ણનું જીવનસંગીત (મીન્સ 'રિધમ ઓફ લૉર્ડ કૃષ્ણ'ઝ લાઇફ') .[૫]
  • વિચારોનાં વૃંદાવનમાં (મીન્સ 'ઇન ધ હેવનલી ગાર્ડન ઓફ થોટ્સ') [૫]
  • અસ્તિત્વનો ઉત્સવ (મીન્સ 'સેલીબ્રેશન ઓફ એક્ઝિસ્ટન્સ') [૫]
  • વિસ્મયનું પરોઢ(૧૯૮૦) (ગદ્યકાવ્ય)
  • રજકણ સૂરજ થવાને શમણે(૧૯૬૮) ( નવલકથા)
  • મૉટેલ (૧૯૬૮) ( નવલકથા)
  • કોલંબસના હિંદુસ્તાનમાં (૧૯૬૬)( પ્રવાસ પુસ્તક )

[ફેરફાર કરો]નિબંધસંગ્રહો

  • કાર્ડિયોગ્રામ (૧૯૭૭)
  • રણ તો લીલાંછમ (૧૯૭૮)
  • વગડાને તરસ ટહુકાની (૧૯૭૯)
  • વિચારોના વૃંદાવનમાં(૧૯૮૧)
  • મનનાં મેઘધનુષ(૧૯૮૫)

[ફેરફાર કરો]ચરિત્રગ્રંથો

  • ગાંધી-નવી પેઢીની નજરે (૧૯૮૨)
  • મહામાનવ મહાવીર (૧૯૮૬)
  • કરુણામૂર્તિ બદ્ધ(૧૯૮૩)

[ફેરફાર કરો]પ્રકીર્ણ ગ્રંથો

  • શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ (૧૯૬૪)
  • સાવધાન, એકવીસમી સદી આવી રહી છે(૧૯૮૭)
  • કૃષ્ણનું જીવનસંગીત(૧૯૮૭)

[ફેરફાર કરો]વર્તમાન જીવન

તેઓ હાલમાં જયપ્રકાશ નારાયણ રોડ (જે જૂના પાદરા રોડ તરીકે પણ જાણીતો છે), વડોદરામાં રહે છે. તેઓ હાલમાં દિવ્ય ભાસ્કર, એક પ્રમુખ ગુજરાતી Gujarati દૈનિક અને નવનીત સમર્પણ, એક પ્રમુખ ગુજરાતી સામયિકમાં લેખનકાર્ય કરી રહ્યાં છે.

[ફેરફાર કરો]પુરસ્કારો અને ઓળખ

  1. રણજિતરામ સુવર્ણ ચંદ્રકગુજરાતી સાહિત્યમાં સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર, ૧૯૯૭માં.[૧]
  2. ૧૯૭૯માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOનાં સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ.[૩]
  3. તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેન્કમનિલામાં બાંગ્લાદેશમાં શિક્ષણ માટે ૧૯૮૪-૮૫ દરમ્યાન કન્સલ્ટન્ટ હતા.[૩]

[ફેરફાર કરો]આ પણ જુઓ

[ફેરફાર કરો]વિશેષ વાંચન


[ફેરફાર કરો]સંદર્ભ

[ફેરફાર કરો]બાહ્ય કડીઓ