નમસ્કાર મિત્રો ,મારી આ સાઈટ દ્વારા માધ્યમિક અને ઉ .મા .શિક્ષણ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ ને ઉપયોગી થવાનો મારો નમ્ર પ્રયાસ આપ સૌને ગમશેજ એની મને ખાતરી છે ...
"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે ----------

અનોખાં વ્યક્તિત્વ


 1 :-  ગુણવંત શાહ

શાહ ગુણવંત ભૂષણલાલ (૧૨-૩-૧૯૩૭)  એ ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, (૧૯૩૭માં રાંદેર,સુરતગુજરાતમાં જન્મ) તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. 


ગુણવંત શાહ

જન્મની વિગત
૧૨ માર્ચ, ૧૯૩૭
રાંદેર, સુરત, ગુજરાત, ભારત
રાષ્ટ્રીયતા
ભારતીય
નાગરીકતા
ભારતીય
અભ્યાસ
પીએચ.ડી.
વ્યવસાય
લેખક, નિબંધકાર, શિક્ષક
ખિતાબ
રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૯૭)
ધર્મ
હિંદુ
જીવનસાથી
અવંતિકા શાહ
સંતાન
મનિષા, અમિષા, વિવેક
માતા-પિતા
ભૂષણલાલ
વેબસાઇટ
http://gunvantshah.wordpress.com/

અનુક્રમણિકા

  •  સવિશેષ પરિચય
  •  શિક્ષક તરીકે
  •  સાહિત્યને લગતા સર્જનાત્મક કાર્યો
  •  નિબંધસંગ્રહો
  •  ચરિત્રગ્રંથો
  •  પ્રકીર્ણ ગ્રંથો
  •  વર્તમાન જીવન
  •  પુરસ્કારો અને ઓળખ

  • સવિશેષ પરિચય
  • ગુણવંત શાહ મુખ્યત્વે નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર છે.તેમનો જન્મ રાંદેર (સુરત)માં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પુર્ણ કર્યુ હતુ.તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઇસ્કૂલ માં લીધુ હતુ.તેમણે ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી ની ઉપાધી મેળવી હતી. ઉપરાંત તેમણે ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ ની ઉપાધી મેળવી હતી. ત્યારબાદ તેમણે ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી.ની ઉપાધી મેળવી હતી અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર રહ્યા હતા.તેઓ ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તેમજ ૧૯૭૨-૭૩માં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
    તેમણે ૧૯૭૩-૭૪માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી.તેઓ ૧૯૭૪થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ ર્હ્યા હતા. ઉપરાંત તેમણે ‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે પણ કાર્ય કર્યુ હતુ.

    શિક્ષક તરીકે

    • તેમણે ૧૯૬૧-૭૨ દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પ્રવક્તા અને વાચક તરીકે સેવાઓ આપી.
    • વર્ષ ૧૯૬૭-૬૮ દરમિયાન તેમણે અમેરીકાની મિશિગન યુનિવર્સિટી ખાતે મુલાકતી પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યુ.
    • તેમણે ૧૯૭૨-૭૩ દરમિયાન તકનીકી શિક્ષક તાલીમ સંસ્થા, મદ્રાસ (જે હવે ચેન્નાઇ તરીકે ઓળખાય છે) માં પ્રાધ્યાપક તેમજ શિક્ષણ ખાતાનાં વડા તરીકે સેવાઓ આપી
    • વર્ષ ૧૯૭૩-૭૪ દરમિયાન તેમણે SNDT વિમેન્સ યુનિવર્સિટી બોમ્બે ખાતે (જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે) પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 
    • તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રાધ્યાપક તરીકે તેમજ શિક્ષણ વિભાગનાં વડા તરીકે પણ સેવા આપી છે.

    સાહિત્યને લગતા સર્જનાત્મક કાર્યો

    • મહંત, મુલ્લા, પાદરી, ૧૯૯૯.
    • કૃષ્ણનું જીવનસંગીત (મીન્સ 'રિધમ ઓફ લૉર્ડ કૃષ્ણ'ઝ લાઇફ') .[
    • વિચારોનાં વૃંદાવનમાં (મીન્સ 'ઇન ધ હેવનલી ગાર્ડન ઓફ થોટ્સ') 
    • અસ્તિત્વનો ઉત્સવ (મીન્સ 'સેલીબ્રેશન ઓફ એક્ઝિસ્ટન્સ') 
    • વિસ્મયનું પરોઢ(૧૯૮૦) (ગદ્યકાવ્ય)
    • રજકણ સૂરજ થવાને શમણે(૧૯૬૮) ( નવલકથા)
    • મૉટેલ (૧૯૬૮) ( નવલકથા)
    • કોલંબસના હિંદુસ્તાનમાં (૧૯૬૬)( પ્રવાસ પુસ્તક )

    નિબંધસંગ્રહો

    • કાર્ડિયોગ્રામ (૧૯૭૭)
    • રણ તો લીલાંછમ (૧૯૭૮)
    • વગડાને તરસ ટહુકાની (૧૯૭૯)
    • વિચારોના વૃંદાવનમાં(૧૯૮૧)
    • મનનાં મેઘધનુષ(૧૯૮૫)

    ચરિત્રગ્રંથો

    • ગાંધી-નવી પેઢીની નજરે (૧૯૮૨)
    • મહામાનવ મહાવીર (૧૯૮૬)
    • કરુણામૂર્તિ બદ્ધ(૧૯૮૩)

    પ્રકીર્ણ ગ્રંથો

    • શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ (૧૯૬૪)
    • સાવધાન, એકવીસમી સદી આવી રહી છે(૧૯૮૭)
    • કૃષ્ણનું જીવનસંગીત(૧૯૮૭)

    વર્તમાન જીવન

    તેઓ હાલમાં જયપ્રકાશ નારાયણ રોડ (જે જૂના પાદરા રોડ તરીકે પણ જાણીતો છે), વડોદરામાં રહે છે. તેઓ હાલમાં દિવ્ય ભાસ્કર, એક પ્રમુખ ગુજરાતી Gujarati દૈનિક અને નવનીત સમર્પણ, એક પ્રમુખ ગુજરાતી સામયિકમાં લેખનકાર્ય કરી રહ્યાં છે.

    પુરસ્કારો અને ઓળખ

    1. રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ગુજરાતી સાહિત્યમાં સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર, ૧૯૯૭માં.
    2. ૧૯૭૯માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOનાં સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ.
    3. તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેન્કમનિલામાં બાંગ્લાદેશમાં શિક્ષણ માટે ૧૯૮૪-૮૫ દરમ્યાન કન્સલ્ટન્ટ હતા.



     2 :-  બાલમુકુન્દ દવે


    સવિશેષ પરિચય


    દવે બાલમુકુન્દ મણિશંકર (૭-૩-૧૯૧૬) : કવિ. જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં. મૅટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી. ‘નવજીવન’ માં જોડાયા. ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈ હાલ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કરે છે. ૧૯૪૯માં કુમારચન્દ્રક.


    બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાનાં પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક અને પ્રેરક સાહિત્યનું વાચન -આ બધાંએ એમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે; તો એમની કવિતાના ઘડતરમાં બુધસભાએ તેમ જ કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ પણ ફાળો આપ્યો છે. એમના કાવ્યસંગ્રહ ‘પરિક્રમા’ (૧૯૫૫)માં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિનાં કાવ્યો-ગીતો છે. પદ્યરૂપોની જેમ એમાં કાવ્યસ્વરૂપોનું પણ વૈવિધ્ય છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને નિવ્યૉજ મનોહારિતા અર્પે છે. સૌંદર્યલક્ષિતા અને સૌંદર્યબોધ એ કવિધર્મનું આ કવિએ યથાર્થ પરિપાલન કર્યું છે. ‘સહવાસ’ (૧૯૭૬)માં એમનાં કાવ્યોનું વેણીભાઈ પુરોહિતનાં કાવ્યો સાથે સુરેશ દલાલ સંપાદન કર્યું છે. એમના બાળકાવ્યોના ત્રણ સંગ્રહો ‘સોનચંપો’ (૧૯૫૯), ‘અલ્લક દલ્લક’ (૧૯૬૫) અને ‘ઝરમરિયાં’ (૧૯૭૩) પ્રગટ થયા છે. આ ઉપરાંત એમણે પ્રૌઢશિક્ષણ માટે ‘ઘટમાં ગંગા’ (૧૯૬૬) નામે વ્યક્તિચિત્રોની એક પુસ્તિકા લખી છે. (- હેમન્ત દેસાઈ)

    પરિક્રમા (૧૯૫૫) : બાલમુકુન્દ દવેનો, ૧૯૩૮ થી ૧૯૫૫ સુધીના ગાળાની ૧૦૩ કાવ્યકૃતિઓનો સંગ્રહ. ભાવરસ્યાં ચિત્રાંકન, મર્મસ્પર્શી ઊર્મિઆલેખન અને પ્રાસાદિક ને પ્રભાવક અભિવ્યક્તિથી દીપ્ત કાવ્યોનો આ સંગ્રહ ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંની કવિતા મુક્તક, સૉનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ સ્વરૂપે વહે છે. સંસ્કૃતવૃત્તો જેટલું જ કૌશલ ગેયરચનાઓ પરત્વે પણ કવિ દાખવે છે, ગેયરચનાઓ આપણાં લોકગીતો અને ભજનોના ઢાળમાં થયેલી છે અને એમાં લોકબાની તેમ જ તેનું વાતાવરણ અનુભવાય છે. વિષયવૈવિધ્યની દ્રષ્ટિએ ‘હડદોલા’, ‘બંદો અને રાણી’, ‘નેડો’, ‘હિના’, ‘ભીના વાયરા’ જેવાં ઉલ્લાસમય પ્રણયગીતો છે; ‘સંચાર’, ‘હોડી’, ‘શમણાંનો સથવારો’, ‘એકલપંથી’ જેવી અધ્યાત્મભાવની રચનાઓ છે; તો ‘સુરગંગાનો દીવડો’, ‘ઝાકળની પિછોડી’ જેવાં આસ્વાદ્ય ભજનો છે. ‘નદીકાંઠે સૂર્યાસ્ત’, ‘ચાંદની’, ‘નર્મદા તટે પૂર્ણિમા’ , ‘સાબરમાં ઘોડાપૂર જોઈને’, ‘પરોઢ’ વગેરે પ્રકૃતિદર્શનના મુગ્ધ આનંદનું નિરૂપણ કરતાં કાવ્યો કવિની લાક્ષણિક વર્ણનશક્તિનાં પરિચાયક છે. ‘મોગરો’, ‘આકાશી અસવાર’, ‘શ્રાવણ નીતર્યો’ વગેરે ગીતો પણ એવી પ્રતીતિ કરાવે છે. સંગ્રહનું છેલ્લું કાવ્ય કવિશક્તિનું નિદર્શક છે તેમ આપણાં ગીતોની સમૃદ્ધિની સાબિતીરૂપ છે. ‘તું જતાં’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં’ અનુક્રમે પત્ની અને પુત્રના અવસાનથી અનુભૂત સંવેદનને પ્રબળતાથી નિરૂપે છે; તો ‘વીરાંજલિ’, ‘સજીવન શબ્દો’ અને ‘હરિનો હંસલો’ અનુક્રમે ન્હાનાલાલ, મેઘાણી અને ગાંધીજી વિશેની શોકપ્રશસ્તિઓ છે. જહાંગીરના સમયના પ્રસંગનિરૂપણનું ‘બેવડો રંગ’ અને વિદ્યાર્થી અવસ્થાનો ચિતાર આપતું વિનોદમય ‘વડોદરા નગરી’ નિજી વિશેષતાઓથી ધ્યાન ખેંચે છે. (- હેમન્ત દેસાઈ)