નમસ્કાર મિત્રો ,મારી આ સાઈટ દ્વારા માધ્યમિક અને ઉ .મા .શિક્ષણ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ ને ઉપયોગી થવાનો મારો નમ્ર પ્રયાસ આપ સૌને ગમશેજ એની મને ખાતરી છે ...
"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે ----------

વિદ્યાર્થીઓ માટે

સામાન્ય જ્ઞાન પેપર 
મામલતદાર ની પરીક્ષાની તૈયારી માટે નમૂનાનું પેપર -ગુજરાતી વિષય 

વિવિધ જાહેર પરીક્ષાઓ ની તૈયારી કરવા માટેની ખુબજ સુંદર  વેબસાઈટ  

ગુજરાતની વિશિષ્ઠ પ્રતિભાઓ નો પરિચય કરાવતી વેબ સાઈટ 


શબ્દસમુહ માટે એક શબ્દ શોધવા માટે અહી ક્લિક કરો 


પાણીના સમાનાર્થી શબ્દો તેના અર્થ સાથે જોવા માટે અહી ક્લિક કરો 

ગુજરાતી છંદ શીખવા માટેની વેબ સાઈટ 

ગુજરાતી વ્યાકરણ માટેની વેબ સાઈટ 


ગુજરાતી વ્યાકરણ અને ભાષા ને લગતાં પુસ્તકો માટેની વેબસાઈટ 

ગુજરાતી કહેવતો માટેની વેબસાઈટ :1


ગુજરાતી કહેવતો માટેની વેબસાઈટ :2


C.C.C.પરીક્ષાની પ્રેક્ટીસ માટે અહી ક્લીક કરો 


ધોરણ :-10 ગણિત વિષય નાં અગત્યનાં સુત્રો જોવા માટે અહી ક્લીક કરો


ધોરણ -11વિજ્ઞાન પ્રવાહમાં બીજા સેમેસ્ટરમાં શાળા ફેરબદલી વિશે 


C .C .C .પરીક્ષા નું પ્રશ્નપત્ર

 મને જો ગાંધી મળેતો . . (વકતૃત્વ કલાના ઉત્તમ નમૂના રૂપ આ વીડિઓ નિહાળો )


સફારી મેગેજીન વાંચવા માટે અહી ક્લીક  કરો 


માર્ચ 2012 - ધોરણ :-10નું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર જોવા માટે અહી ક્લીક કરો 


C .C .C .પરીક્ષાની ઓનલાઈન પ્રેક્ટીસ માટે અહી ક્લીક કરો 


ઓનલાઈન જનરલ નોલેજ મેળવવા માટે અહી ક્લીક કરો 


૨૧ ફેબ્રુઆરીને વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિવસ તરીકેમનાવવામાં 

આવે છે. 
  યુનેસ્કોએ ૨૧મી ફેબ્રુઆરીનેવિશ્વ માતૃભાષા દિવસ  તરીકે 
ઊજવવાનું જાહેર કર્યું છે .

મોટી રકમો ને શું કહેવાય તે જાણો 


એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, ખર્વ, નિર્ખવ, મહાયદમ, શંકુ, જલદી, અન્ત, મધ્ય, પરાર્થ, શંખ, દસ શંખ, રતન, દસ રતન, ખંડ, દસ ખંડ, સુઘર, દસ સુઘર, મંન, દસ મંન, વજી, દસ વજી, રોક, દસ રોક, અસંખ્ય, દસ અસંખ્ય, નીલ,દસ નીલ, પારમ, દસ પારમ, કંગા, દસ કંગા, ખીર, દસ ખીર, પરબ, દસ પરબ, બલમ, દસ બલમ



પુસ્તક જેમણે એમને મહાન બનાવ્યા
ડો. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને ઘડનારા પુસ્તકો
ભારતના અત્યંત લોકપ્રિય ભૂતપુર્વ રાષ્ટ્રપિત ડો. એ.પી.જે. અબ્દુલ કલામને વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે તમારા વિચારોને ઘડનારા પુસ્તકો ક્યા? ડો. કલામ સાહેબે એમના પુસ્તક પ્રજવલિત માનસમાં એમના વિચારોને ઘડનારા ચાર પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે.ચાર પુસ્તકો મારા દિલથી ખૂબ નજીક રહ્યાં છે. હું તેને વાંચીને માણું છું. પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા તેમ જ દાર્શનિકમાં પરિવર્તિત થયેલા. ડો. એલેક્સિસ કેરલે લખેલા "મેન ધ અનનોન" (Man the Unknown) પુસ્તકમાં કોઇ પણ બીમારીમાં મન અને શરીર બન્નેની સાથે સાથે સારવાર કેવી રીતે કરવી જોઇએ, કારણ કે તે બન્ને એકબીજા સાથે જોડાયેલાં છે, તે બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તમે એકની સારવાર કરતાં બીજાની ઉપેક્ષા ન કરી શકો. ખાસ કરીને જે બાળકો ડોક્ટર બનવા ઇચ્છે છે તેમણે આ પુસ્તક વાંચવું જ જોઇએ. તેઓ એ વાંચીને સમજી શકશે કે માનવશરીર એ યાંત્રિક પ્રણાલી નથી : પરંતુ એક સૌથી વધુ જટિલ અને સંવેદનશીલ પ્રતિપોષણ પ્રણાલીયુક્ત ચેતન તંત્ર છે. બીજું પુસ્તક, જેના માટે મારા મનમાં અગાઘ શ્રદ્ધા છે તે તિરુવલ્લુવરનું "તિરુક્કુલ" જે જીવનની ઉત્કૃષ્ટ આચારસંહિતા પૂરી પાડે છે. ત્રીજું પુસ્તક છે, લિલિયન આઇશલર વોટ્સનનું લખેલું :"લાઇટ્સ ફ્રોમ મેની લેમ્પ્સ" (Lights from Many Lamps) જેણે મારા પર સારો પ્રભાવ પાડ્યો છે. તેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. છેલ્લાં પચાસ વર્ષોથી આ પુસ્તક મને અમૂલ્ય માર્ગદર્શન આપી રહ્યું છે અને પવિત્ર કુરાન તો ખરેખર મારો સતત સાથીદાર છે જ.
ગાંધીજીને રાહ ચીંધનાર પુસ્તક
ગાંધીજીએ એમની આત્મકથા "સત્યના પ્રયોગો" માં જેને વિષે એક પ્રકરણ લખ્યું છે અને જેનું શીર્ષક એમણે "એક પુસ્તકની જાદૂઇ અસર" આપ્યું તે પુસ્તક છે રસ્કિનનું "અન ટુ ધી લાસ્ટ".આ પુસ્તક ગાંધીજીના અંગ્રેજ મિત્ર મી. પોલાકે ગાંધીજી જ્યારે નાતાલ માટે જતા હતા ત્યારે ટ્રેનની મુસાફરી દરમ્યાન વાંચવા આપ્યું હતું. ગાંધીજી લખે છે આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો, તેણે મને પકડી લીધો. ડરબન પહોંચ્યા પછી ગાંધીજી આખી રાત ઊંઘી ન શક્યા, એટલી તીવ્ર પુસ્તકની અસર હતી.
ગાંધીજી ખૂબ મોટા વાચક નહોતા પણ એઓ લખે છે જે થોડા પુસ્તકો વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય, એવાં પુસ્તકોમાં જેણે મારી જીંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ (અન ટુ ધી લાસ્ટ) પુસ્તક જ કહેવાય.
ગાંધીજીએ એમની માન્યતાઓનું સ્પષ્ટ પ્રતિબિંબ આ પુસ્તકમાં જોયું ને તેથી એ પુસ્તક એમને રાહ ચીંધનારું બની રહ્યું. આ પુસ્તકનો એમણે સર્વોદયના નામે અનુવાદ પણ કરેલો.
સર્વોદયના ત્રણ સિધ્ધાંતો એમણે પુસ્તકમાંથી તારવ્યા.
બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
આજીવિકાનો  હક બધાને એક સરખો છે.
સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.
પુસ્તકની સર્વોદયની એમના પર થયેલી અસર ગાંધીજી એમના બીજા અંગ્રેજ મિત્ર મી. વેસ્ટને બીજી જ સવારે કહી સંભળાવે છે. પુસ્તક વાંચ્યા બાદ વિચારેલા આયોજનો એમને કહે છે, અને ખૂબ ટૂંકા સમયમાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરે છે. પુસ્તકની આવી જાદૂઇ અસર થતી હોય છે.